કમલા એકાદશી

 અધિક માસની એકાદશી પર બન્યો ખૂબ જ શુભ યોગ, આ ઉપાયથી ધન અને સન્માનમાં થશે વૃદ્ધિ


 અધિક માસની એકાદશી પર બન્યો ખૂબ જ શુભ યોગ:- પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને પદ્મિની એકાદશી અથવા પુરુષોત્તમી એકદાશી નામથી પણ ઓળખવામાં આવે છે. કમલા એકદાશી પર બની રહેલા શુભ યોગમાં જો કેટલાક જ્યોતિષીય ઉપાય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની સાથે-સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે. કમલા એકાદશી પર કયા ઉપાય કરશો જાણો.


          29 જુલાઈ શનિવારના રોજ પુરુષોત્તમ માસની કમલા એકાદશી છે. પુરુષોત્તમ માસમાં એકાદશી આવવાથી કમલા એકાદશીને પુરુષોત્તમી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, અધિકમાસના શુક્લ પક્ષમાં પડનારી એકાદશીને કમલા એકાદશી કહેવાય છે. આ એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી સાથે પણ છે. આ એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી સાથે પણ છે કારણ કે કમલા માતા લક્ષ્મીનું એક નામ છે. આ એકાદશી દર ત્રણ વર્ષે એકવાર આવે છે, આ સિવાય આ દિવસે બ્રહ્મ અને ઈન્દ્ર નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. જેનાથી આ એકાદશીનું મહત્વ વધી ગયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કમલા એકાદશીનું મહત્વ દર્શાવતા કેટલાક ઉપાય આપવામાં આવે છે. જેનાથી ધન અને સન્માનમાં વધારો થાય છે.


આ ઉપાયથી નહીં થાય ધનની કમી

           જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કમલા એકાદશીના દિવસે ઉપવાસ રાખી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો તેમજ અખંડ દીવો પેટાવો. વિષ્ણુ સહસ્ત્રનામ અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા બનેલી રહેશે અને ધન ધાન્યની કમી નહીં થાય.આર્થિક પ્રગતિ માટે કમલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે 11 ગોમતી ચક્ર, 3 નાના એકાક્ષી નારિયેળ રાખી તેની પૂજા-અર્ચના કરો. સાંજની પૂજા કર્યા બાદ તે વસ્તુને પીળા કપડામાં બાંધી ધનના સ્થાન જેમ કે તિજોરીમાં રાખો. આ ઉપાયને દુકાન પર પણ કરી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા કરવાથી દેવાથી મુક્તિ મળે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ બને છે.


આ ઉપાયથી શનિના અશુભ પ્રભાવમાં આવશે કમી

          કમલા એકાદશી પર શનિવાર છે તેથી આ દિવસે કાગડાને અનાજ ખવડાવો, કારણ કે કાગડો શનિદેવનું વાહન છે. સાથે જ કાળા કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઘટે છે. શનિદેવ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે અને જો કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરે છે તો શનિની દ્રષ્ટિ તે વ્યક્તિથી દૂર રહે છે.

Read More About Char Yug

Follow Us On Instagram

Comments